કામલી ગામ એ ઊંઝા તાલુકા માં, મહેસાણા જિલ્લા માં આવેલું છે. ત્યાં માં બ્રાહ્મણી માતાજી નું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.

ત્યાં ચૈત્ર સુદ સાતમ ના દિવસે રાત્રીમેળો ઉજવાય છે પશુ પક્ષી ના અવાજ પર થી આવનારું ચોમાસુ કેવું રહશે એ જોવા માં આવે છે. આ ઉપરાંત આસો સુદ ના દિવસે માં જગદંબા માં નો નવરાત્રી મહોત્સવ ઉજવાય છે આ દિવસે ગામ ના લોકો માતાજી ને નિવેધ ચડાવીને ઉજાણી કરે છે.
આ બે તહેવારો ના દિવસે કામલી ગામ ના લોકો ગમે ત્યાં રહેતા હોય તો પણ તે દિવસે તે ગામ માં અચૂક આવે છે.
બ્રાહ્મણી માતાજી ના મંદિર માં દર પૂનમ ના દિવસે દાનવીર દાતા અને ગામ ના વડીલો તથા લોકો ના સાથ સહકાર દ્વારા માતાજી ના જે દર્શનાર્થે આવે છે તેમને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. આ ઉપરાંત ત્યાં રેહવાની પણ વ્યસ્થા છે તો દૂર થી આવતા દર્શનાથી ત્યાં રહી શકે છે.
જે દર્શનાથી સાચી શ્રધ્ધા થી આવે છે માં બ્રહ્માણી માતા એની મનોકામના પુરી કરે છે માટે ઘણા દર્શનાથીઓ દિન પ્રતિદિન કામલી ગામ ની મુલાકાત લે છે.
કામલી જવા માટે કામલી ગામ 9 રસ્તાઓ થી જોડાયેલું છે તમે વાયા ઊંઝા, સિદ્ધપુર, વિસનગર કે મહેસાણા થી આવી શકો છો.