તમારો જીવનસાથી કોણ હોઇ શકે?

મમ્મી, પપ્પા, પુત્ર, પુત્રી, પતિ, પત્નિ, ભાઈ, બહેન કે મિત્રો!
શુ આમાંથી કોઈ હોઈ શકે? 
ના, તમારો ખરો જીવનસાથી તમારું શરીર છે.

જો તમારું શરીર એક વખત કામ કરવાંનું બંધ કરી દેશે તો તમારી સાથે કોઈ નહીં રહે. તમારું શરીર એ તમારી સાથે જન્મદિવસ થી છેક મરણ સુધી રહે છે. એટલા માટે તમારુ શરીર એ તમારી જવાબદારી છે કે જે તમારી સાથે છેક સુધી રહે છે.
જો તમે તમારા શરીર ની કાળજી રાખશો તો શરીર તમારી કાળજી રાખશે. તમે શુ કરો છો?, તમે શુ ખાવ છો?, તમે શુ પહેરો છો?, તમે શરીર ને કેટલો આરામ આપો છો?, તમે તમારા ગુસા ને કેવી રીતે કાબુમાં રાખો છો? આ બધા પર તમારું શરીર તમને રિસ્પોન્સ આપે છે.
યાદ રાખજો કે તમારુ એક જ કાયમી સરનામું છે કે જેના કારણે તમે જીવો છો અને એ જ તમારું શરીર છે.
તમારું શરીર એ જ તમારી મિલ્કત છે, તમારું લેણું છે, તમારી જવાબદારી છે કારણકે તમે તેના ખરા જીવનસાથી છો.

પૈસા આવે છે અને જાય છે, સગા સંબંધી અને મિત્રો એ કદી કાયમી હોતા નથી માટે કહું શુ કે તમારું શરીર સાચવો, ખુશ રહો, મસ્ત રહો અને જિંદગી ને એન્જોય કરો.

અને છેલ્લે એક વાત યાદ રાખજો તમારા શરીર ની તમે જ મદદ કરી શકો છો બીજુ કોઈ નહીં. માટે હંમેશા હસતા રહો, સારું ખાવાનું રાખો, સારા વિચારો અપનાવો, યોગા અને ધ્યાન કરવાનું રાખો, ચાલવાનું રાખો અને સારા કર્મો કરો. 

આવા અવનવાં બ્લોગ જોવા માટે નીચે નામ પર ક્લિક કરો.
                                                       C D Prajapati