ઉત્તર ગુજરાત ના પાટણ જિલ્લા ના સિદ્ધપુર તાલુકા માં સરસ્વતી નદી ના કિનારે દર વર્ષે ભરાતો વિશ્વવિખ્યાત મેળો એટલે કાર્તિકી પૂનમ નો મેળો. દર વર્ષે કારતક સુદ અગિયારસ થી આ મેળા ની શરૂઆત થાય છે.  આ એ જ સિદ્ધપુર છે જે ભારત માં  માતૃગયા તીર્થ તરીકે જાણીતું છે. આશરે 10 લાખ થી પણ વધારે લોકો આ મેળામાં માં ઉમટી પડે છે. શરૂઆત માં આ મેળામાં ઊંટ અને ઘોડા ઓ નો વ્યાપાર થાય છે.


સિધ્ધપુર ગામ ના ઘાંચી લોકો જે બહારગામ રહેતા હોય છે તે લોકો ગમે ત્યાં હોય તો પણ પોતાની ઘરવખરી સાથે ત્યાં રહેવા આવતા હોય છે. સાત દિવસ સુધી ચાલનારા આ મેળા માં આજુબાજુ ના ગામ ના લોકો તથા સિદ્ધપુર શહેર ના લોકો ઉમટી પડે છે. આ માટે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવા માં આવે છે. આ મેળામાં દર વર્ષે અવનવી રાઈડર્સ આવતી હોય છે. જેમાં નાના થી માડી ને મોટા લોકો ને ખૂબ જ મઝા પડી જાય છે.

આ સાથે મને એક વાત યાદ આવી, જ્યારે અમે નાના હતા ત્યારે એસ્સેલ વર્લ્ડ, ડીઝનીલેન્ડ કે ઇમેજીકાનાં નામ સુધ્ધા સાંભળ્યા નહોતાં તે સમયથી સિદ્ધપુર નો કારતકનો મેળો જ ખરુ એમ્યુઝમેન્ટ અને થ્રિલ આપે છે.

ગોળ ફરતાં છેકા (ઉડનખટોલા) ની ચાલુ રાઇડે ઊભા થઇ જવું અને અમુક સુપર હીરો જેવા મિત્રો તો વળી ચાલુ રાઇડે છેકાના ઉપર ચડી એક પરથી બીજા પર જાય એ વખતે ય સુપરમેન ને સ્પાઇડરમેન અમારા માટે અજાણ્યા હતાં.

ખરેખર અહીં છે તે ક્યાંય નથી !અને ક્યાંય નથી તે અહીં છે !

વધુ અવનવા બ્લોગ વિશે જાણવા માટે નીચેની લિંક ઉપર જાઓ.
https://cdprajapati.blogspot.com/p/blog-page.html